દિલ્હીમાં ખેડૂતો કૃષિ બિલને લઇને છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરી રહ્યા છે ત્યારે કર્ણાટકના ખેડૂતોએ ખાનગી કંપનીઓ સાથે સોદા કરીને પોતાના પાક વેચવાની શરૂઆત કરી દીધી છે.કર્ણાટક રાયપુર જિલ્લામાં સિધનુર તાલુકામાં રિલાયન્સ રિટેલ લિમિટેડ.
ખેડૂતો પાસેથી 1000 ક્વિન્ટલ સોના મસુરી ભાત માટે સોદો કર્યો છે. મળતી માહિતી મુજબ રિલાયન્સ રિટેલ સાથે સંકળાયેલા એક રજીસ્ટર એજન્ટ એક પખવાડિયા પહેલા સ્વાસ્થ્ય ફાર્મસ પ્રોડ્યુસિંગ કંપની સાથે કરાર કર્યો છે.
પહેલા માત્ર તેલ નો વેપાર કરનારી કંપનીઓ હવે અનાજની ખરીદી પણ શરૂ કરી દીધી છે.ખેડૂતો જે msp ને લઈને દિલ્હીમાં હંગામો કરી રહ્યા છે એની વાત કરીએ તો રિલાયન્સ રિટેલ msp કરતાં વધારે ભાવ આપીને ભાત ની ખરીદી કરી છે.
સરકારે આ ભાત માટે પ્રતિ ક્વિન્ટલ 1868 ભાવ નક્કી કર્યો હતો પરંતુ રિલાયન્સ રિટેલ 1950 ના ભાવ પરભાત ની ખરીદી કરી છે.Sfpc અને ખેડૂતો વચ્ચે થયેલા કરાર અનુસાર sfpc ને 1.5 ટકા કમિશન મળશે. ખેડૂતો પાકને પેક કરીને બોરામાં ભરીને સાથે જ સિંધનુર સ્થિત.
વેર હાઉસ સુધી પહોચવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ વહન કરશે.Sfpc મેનેજિંગ ડિરેક્ટર મલ્લિકાર્જુન જણાવ્યું કે વેરહાઉસમાં રાખેલા ભાગની ગુણવત્તાની થર્ડ પાર્ટી ચકાસણી કરવામાં આવશે. તેઓએ કહ્યું કે એકવાર ગુણવત્તાનો સંતોષ થયા પછી .
રિલાયન્સના એજન્ટો પાકને ઉપલબ્ધ કરાવશે.વેરહાઉસમાં હાલમાં 500 ક્વિન્ટલ ભાત સ્ટોર છે. ખરીદી બાદ રિલાયન્સ આ નાણા sfpc ને ઓનલાઇન ચૂકવશે સિદ્ધાર્થ પૈસા ખેડૂતોના ખાતામાં જમા કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment