લડાક બોર્ડર પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ મામલે કેન્દ્ર સરકારે સ્વપક્ષિય બેઠક બોલાવી છે. બુધવારે સાંજે પાંચ વાગ્યે આ બેઠક થઈ શકે છે,આ બેઠકમાં અનેક રાજનૈતિક પક્ષોના નેતાઓ સામેલ થશે.રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા ચીનની સાથે વિવાદ પર લોકસભામાં આપેલા નિવેદન બાદ આ બેઠક થઈ રહી છે. આ મિટિંગમાં સરકાર તરફથી સંસદ સત્ર ના આગામી દિવસોની પ્લાનિંગની વાત થઈ શકે છે.સાથે જ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલી આપત્તિઓની પણ વાત થઈ શકે છે.
આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટી તરફથી LAC ના આ મામલે મંથનની માંગ કરવામાં આવી શકે છે.આપણે જણાવી દઈએ કે સંસદ સત્રમાં સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે,વિપક્ષ તરફથી સમગ્ર વિવાદ પર વિસ્તારથી ચર્ચા કરવાની વાત કરવામાં આવી છે. જેને લઇને કોંગ્રેસે લોકસભામાં વિરોધ દર્શાવ્યો છે.
લોકસભામાં રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, લદાખમાં સ્થિતિ ગંભીર છે અને ચીન LAC હાલની સ્થિતિની બદલવાની કોશિશ કરી રહ્યો છે.
રાજનાથે એપ્રિલ થી અત્યાર સુધી તમામ જાણકારી આપતા કહ્યું હતું કે અમે આ વિવાદને વાતચીત કરવા માંગે છે પણ જો પરિસ્થિતિ નથી બદલાતી તો ભારતીય સેના તૈયાર છે.
આ મામલે ગૃહ મંત્રાલય રાજ્યસભામાં લેખિત જવાબ આપ્યો છે કે, ચીન સીમા પર છેલ્લા મહિનામાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કરવામાં આવી નથી.
જેના પર રાહુલ ગાંધી કરતાં કરતાં કહ્યું હતું કે સરકાર તરફથી ચીન દ્વારા ઘૂસણખોરી કરી નથી પણ LAC ના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment