અમેરિકામાં રહેતા વધુ એક પાટીદાર યુવકની હત્યા : ત્રાસવાદીઓએ હિરેનભાઈનું અપહરણ કરીને જીવ લઈ લીધો… પાટીદાર પરિવારમાં માતમ છવાઈ ગયો…

Gujarati youth killed in America: વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓનો જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વિદેશની ધરતી પર વધુ એક અમદાવાદી યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઈ(Gujarati youth killed in America) લેવામાં આવ્યો છે. અમેરિકામાં(America) અમદાવાદના હિરેનભાઈ ગજેરા નામના વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે સૌપ્રથમ હિરેનભાઈનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. દક્ષિણ અમેરિકાના ઇકવાડોર દેશના એલ એમ્પાલમે શહેરમાંથી ત્રણ જૂનના રોજ કેટલાક કોલબિયન ત્રાસવાદીઓએ હિરેનભાઈ ગજેરાનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ આરોપીઓએ હિરેનભાઈના પરિવારજનો પાસેથી એક લાખ યુએસ ડોલર અથવા તો 70 કિલો ડ્રગ્સની ખરીદી માંગી હતી.

મળતી માહિતી અનુસાર નિગોશિયેશન બાદ 20 હજાર યુએસ ડોલર લેવા માટે આરોપીઓ તૈયાર થઈ ગયા હતા. પરંતુ આરોપીઓએ એક શરત મૂકી હતી કે ખંડણીની રકમ હિરેનભાઈ ગજેરાની પત્ની એકલી લઈને આવશે. તેમ છતાં પણ ત્રાસવાદીઓએ હિરેનભાઈ ગજેરાનો જીવ લઈને તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધું હતું. આ ઘટના બનતા જ હિરેનભાઈ ના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

વિગતવાર વાત કરી હતો અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડોક્ટર એમ.કે ગજેરાના દીકરા હિરેનભાઈ ગજેરા 2006 માં અમેરિકા ગયા હતા. હિરેનભાઈએ અમેરિકાના એમ્પાલમ શહેરમાં સાગના લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યારબાદ તેઓ સાગના લાકડાને એક્સપોર્ટ કરતા હતા. 2014 સુધી અમેરિકામાં રહ્યા બાદ તેઓ અમદાવાદ પરત આવ્યા હતા. જોકે ગયા વર્ષે માર્ચ મહિનામાં તેઓ ફરીથી અમેરિકા ગયા હતા. અહીં તેમને ક્યુએન્કા શહેરમાં નવું ઘર બનાવ્યું હતું.

3 જૂનના રોજ હિરેનભાઈ ગજેરા પોતાના મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેટલાક કોલંબિયન ત્રાસવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ હિરેનભાઈ ના પરિવાર પાસેથી એક લાખ યુએસ ડોલર અથવા તો 70 kg ની માંગણી કરી હતી. ત્યાર પછી ત્રાસવાદીઓ સાથે થોડીક રકઝક કર્યા બાદ તેઓ 20,000 યુએસ ડોલરમાં હિરેનભાઈને છોડવા માટે તૈયાર થઈ ગયા હતા.

ત્યાર પછી ત્રાસવાદીઓએ ખંડણીની રકમ હિરેનભાઈની પત્નીને એકલી લઈને આવવાની શરત મૂકી હતી. પરિવારના સભ્યોએ બધી શરત માની લીધી હતી. છતાં પણ ત્રાસવાદીઓએ હિરેનભાઈ ગજેરાનો જીવ લઈ લીધો અને પછી તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*