અંબાણી પરિવાર દ્વારા ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ ખાતે આનંદ અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશન અંતર્ગત જ ભોજન સમારંભ અને એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી અને બ્રીજદાન ગઢવી સહિત લોકપ્રિય ગાયક કલાકાર અલ્પા પટેલે ખાસ હાજરી આપી હતી.
સૌથી ખાસ વાત છે કે અંબાણી પરિવાર એ લોક ડાયરામાં ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન ની પસંદગી કરી અને જે અલ્પાબેન પટેલ માટે ખુશી અને ગૌરવ ની વાત હતીજામનગરના ચોરવાડ ખાતે આયોજિત લોક ડાયરામાં અલ્પાબેન પટેલે અનંત અંબાણી માટે લગ્ન ગીત ગાયું હતું.
ફરી એકવાર ચોરવાડ ખાતે અંબાણી પરિવારે અલ્પાબેનને આમંત્રણ આપીને અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચંટે અલ્પાબેન ને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.અલ્પાબેન પટેલ પણ કોકીલાબેન ના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા
View this post on Instagram
અને ખુશીની અને અદભુત્ વિડીયો અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો અને સાથે પોતાની ખુશી વ્યક્ત કરતા અંબાણી પરિવાર નો આભાર માન્યો હતો.આપણે બધા જાણીએ છીએ કે અલ્પાબેન પટેલે
પોતાના જીવનમાં અથાગ મહેનત અને સંઘર્ષ થકી જીવનમાં સફળતા પ્રાપ્ત કરીને ગુજરાતી લોકગાયિકા તરીકે નામના મેળવી છે, આજે તેમની સફળતા ક્યાં શિખરે પહોંચી છે તે અંબાણી પરિવાર તેમને આપેલ આમંત્રણ થી જ આપણે ને અંદાજો આવી જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment