ગુજરાતની યુવા પેઢી લોકસાહિત્યકાર આદિત્ય ગઢવીને ખૂબ જ પ્રેમ કરી રહી છે અને હાલમાં મુંબઈ ખાતે નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં આદિત્ય ગઢવીએ ખૂબ જ જોરદાર પર્ફોમન્સ કર્યું હતું
અને નીતા અંબાણીએ તમામ લોકોની સમક્ષ આદિત્ય ગઢવીના ખૂબ જ વખાણ કર્યા હતા.આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયામાં પોતાની લાગણી વ્યક્તિ કરતાં કહ્યું કે હું વ્યક્તિગત રીતે ત્યાં ચોકી ગયો જ્યારે અંબાણી પરિવારને ખબર પડી કે મારો જન્મદિવસ છે અને તેઓએ મારા માટે કેક મંગાવી
અને આદરણીય મુકેશ અંબાણી અને નીતા અંબાણી અને કોકીલાબેન અંબાણીએ મારા માટે બર્થ ડે સોંગ ગાયને મારા માટે કેક કટ કરી અને મારો જન્મદિવસ ઉજવ્યો. અંબાણી પરિવાર એટલા માટે જ કદાચ બધાને વાલા લાગે છે કારણ કે તે તમામ લોકોને પોતાના પરિવારની જેમ રાખે છે
આદિત્ય ગઢવી એ પોતાના સોશિયલ મીડિયા પર જન્મદિવસની ખાસ તસવીર શેર કરી છે અને આ તસ્વીરમાં જોઈ શકો છો કે નીતાબેન અને મુકેશભાઈ અંબાણીએ આદિત્ય ગઢવી નો જન્મદિવસ ઉજવ્યો છે અને નીતાબેન કહ્યું કે આદિત્ય બધા માટે ગીત ગાય છે લાવો આપણે એના માટે ગાઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment