ફરી એક વખત હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ડાંગ,તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચ થી હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં ઠંડા પવનો પણ હોઈ શકે છે. હવામાન વિભાગની માવઠાની આગાહી ના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહ્યો છે.
કારણ કે જો ગુજરાત રાજ્યમાં વરસાદ થાય તો ખેતરમાં રહેલા પાક ને નુકશાન થઈ શકે છે.આ ઉપરાંત રાજ્ય ના કેટલા જિલ્લાઓ નું વાતાવરણ શુષ્ક રહેવાની પણ સંભાવના છે. જેને લઇને રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનનું પ્રમાણ યથાવત જોવા મળશે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી છે. ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, દાહોદ ચુડા અને પંચમહાલ વગેરે જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા જોવા મળી છે.
ગુજરાતના રાજ્યના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત ઉપર મંડાઈ રહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર ને કારણે વરસાદી ઝાપટા પડી શકે છે.
આપણે જણાવી દઈએ કે રાજ્યના અમદાવાદ, ગાંધીનગરમાં અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો તો અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આગામી 10 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હળવો વરસાદ થવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment