ગુજરાત રાજ્યમાં મહામારી બેકાબૂ બની છે તેની વચ્ચે વાતાવરણનો પણ કહેર વર્તાઇ રહ્યો છે. આ દરમિયાન શુક્રવાર રાતે અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો હતો જેમાં સૌરાષ્ટ્ર મા વીજળી સાથે અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો.
સાથેજ અમદાવાદ શહેરમાં પણ મોડી રાતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત ગણાતા અંબાલાલ પટેલ હવામાન ને લઈને સતત આગાહી કરતા હોય છે. જોકે તેની આગાહીઓ મોટાભાગે સાચી સાબિત થાય છે અને આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે ક્યાં વરસાદ પડશે તેની આગાહી કરેલ છે.
તેઓ ની આગાહી અનુસાર આજરોજ કચ્છ, રાજકોટ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, કચ્છમાં વરસાદ ની સંભાવના રહેલી છે.
અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા આ અસર થઇ રહી છે. શનિવારે રાતે રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ પડ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દિવસભર ભારે ગરમી બાદ રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. ગોંડલના અનેક ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment