રાજ્યમાં લોકોને ઠંડીના ચમકારા નો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા લોકોને ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
કે 24 કલાક બાદ તાપમાન માં બે થી ત્રણ ડિગ્રી નો વધારો થશે તો ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હવામાન વિભાગ દ્વારા કચ્છ મા કોલ્ડ વેવ ની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે
કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દેશમાં 22 થી 30 ડિસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
આ ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પર પણ જોવા મળી શકે છે.અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં 22 ડિસેમ્બર ના રોજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
24 ડિસેમ્બરના રોજ પૂર્વ ગુજરાત,ઉત્તર મધ્ય ગુજરાત,કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે.વરસાદ ના કારણે તાપમાન વધુ ઘટશે એટલે લોકોને વધુ ઠંડીનો અનુભવ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment