રાજ્યનું હવામાન દિવસે ને દિવસે પલટી રહ્યું છે ત્યારે વહેલી સવારે ઠંડીનો માહોલ તો મોડી સાંજે હિમ જેવી ટાઢક નો એહસાસ થાય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે
કે આવનારા દિવસોમાં ગુજરાતમાં માવઠું પડી શકે છે. જેના કારણે અત્યારથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. શિયાળામાં અષાઢી માહોલ સર્જાશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની પણ શક્યતા છે.
7 અને 8 ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તાર માં વરસાદ ની શક્યતા છે. એ પછી થોડા સમય માટે માવઠું પડે એવી પણ શક્યતા છે.તા.12 થી 16 નવેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠા ની શક્યતા છે.
વાદળછાયા વાતાવરણના કારણે જીરું ના પાક પર વિપરીત અસર થવાના એંધાણ છે. અંબાલાલ પટેલ ની આગાહી કરી છે કે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પણ માવઠા શક્યતા પણ વ્યક્ત કરી છે.
ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળે એવી પૂરી સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ જોવા મળશે. 16 નવેમ્બર પછી વિષમ હવામાન જોવા મળશે.વિષમ હવામાન ની અસરના કારણે કૃષિ પાકમાં રોગ લાગુ પડે એવી શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment