ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ અંગેના આવ્યા મોટા સમાચાર, છેલ્લે છેલ્લે કોયડુ ઉકેલાયું

Published on: 10:57 am, Mon, 8 November 21

ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી તે મામલે છેક દિલ્હી હાઇકમાન્ડ સુધી ચર્ચા થઈ પરંતુ આ મુદ્દે હજુ સુધી કોઈ નામ પર પૂર્ણવિરામ મુકાયું નથી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કોયડો હજી સુધી ઉકેલ આવ્યો નથી

ત્યારે કોંગ્રેસના સીનિયર નેતા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે.ગુજરાત કોંગ્રેસના નવા નેતૃત્વ મુદ્દે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે,

પ્રભારી ઓ બધા લોકોના મંતવ્ય જાણી નિર્ણય કરશે. મારું નામ પણ ચર્ચામાં છે પણ મેં અપીલ કરી છે કે હું જ્યાં કામ કરી રહ્યો છું મને ત્યાં જવાબદારી સોંપવામાં આવે. ટૂંક સમયમાં કોંગ્રેસના નવા પ્રમુખની જાહેરાત થશે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે હાર્દિક પટેલનું નામ ચર્ચામાં હતું. આ મામલે દિલ્હી હાઈ કમાન્ડમાં પણ ચર્ચા થઇ હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. જેમાં સિનિયર નેતા હાર્દિક પટેલના નામ પર નારાજગી દર્શાવી હતી. જેનાબાદ અન્ય નામો પર ચર્ચા થઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!