અંબાલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટન ડિસ્ટર્બન્સ 8 માર્ચ અને ત્રીજી વેસ્ટન ડીસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે.આ સાથે આંચકા નો પવન ફૂંકાશે.11 થી 13 માર્ચ સુધી વેસ્ટન ડિસ્ટર્બન્સ ની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે કેટલાક કમોસમી વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે માર્ચમાં પવન ફૂંકાતા રહેશે અને ફાગણ ચેત્ર વૈશાખમાં પવનની ગતિ રહેશે. પવનના સુસ્વાટા સાથે કમો સમી વરસાદ અતિવૃષ્ટિ વગેરે થઈ શકે છે.દેશમાં આ વર્ષે ભયંકર ગરમીની ચેતવણી આપવામાં આવી છે અને તેમાં પણ હીટ વેવના કારણે પરિસ્થિતિ બગડી શકે છે.
એક તરફ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકા છે ને ગુજરાતીઓએ સાવધાન પણ રહેવું પડશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફુકાશે
અને રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે.માવઠા બાદ ઠંડીનું જોર પણ છેલ્લા બે ત્રણ દિવસથી વધ્યું છે અને વહેલી સવારે ઠંડીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે જ્યારે બપોરે થોડા સમય ગરમી લાગી રહી છે
અને અત્યારે શિયાળ ઉનાળો કે ચોમાસુ ત્રણેયની મિક્સ ઋતુ જોવા મળી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવરાત્રીના તહેવાર સુધી ઠંડા પવન ફૂંકાશે અને ગુજરાતીઓએ ખાસ સાવધાન રહેવું પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment