ગુજરાતના હવામાન નિષ્ણાંતો દ્વારા અવારનવાર આગાહી કરવામાં આવતી હોય છે અને આ આગાહી ખાસ કરીને ખેડૂત મિત્રોને ઘણી બધી મદદ કરતી હોય છે અને ત્યારે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે
કે ગુજરાત રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આગાહી કરી છે તો ચાલો તેના વિશે આપણે વધારે જાણીએ.પરેશ ગોસ્વામી એ મંગળવારે નવી આગાહી કરી છે
જેમાં તેઓએ કહ્યું કે એપ્રિલ મહિના એ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતા છે અને મે મહિનામાં બે ત્રણ અને ચાર તારીખ દરમિયાન તાપમાન વધુ ઊંચું જવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું છે અને કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગમાં ચોમાસાનું આગમન થશે અને ગુજરાતમાં લગભગ ૮ થી ૧૪ જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે
અને સામાન્ય રીતે ગુજરાતમાં 15 જુન બાદ ચોમાસાનો વરસાદ પડતો હોય છે ત્યારે 17 જુન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે પાંચ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment