આ વખતે ફેબ્રુઆરી માં વધારે ઠંડી પડવાની સાથે માવઠું પડવાની સંભાવના છે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ફેબ્રુઆરીની શરૂઆત માં માવઠા ની આગાહી કરવામાં આવી છે.તેમના કહાવે અનુસાર બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે.
તારીખ 1 થી 11 ફેબ્રુઆરી સુધી વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે રાજ્યના મોટાભાગના.
વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી હતી.જોકે 13 વર્ષ બાદ ફરી એકવાર 1 ફેબ્રુઆરી 2021 ના દિવસે તાપમાનમાં ઘટાડો થયો છે અને પારો 5.3 ડિગ્રી સુધી ગગડ્યો હતો.
જાન્યુઆરીમાં ઠંડી એ 15 વર્ષ નો રેકોર્ડ તોડ્યો છે પણ હવે ફેબ્રુઆરીમાં પણ 13 વર્ષ નો રેકોર્ડ તોડી નાખ્યો છે.ઠંડી નો કહેર વચ્ચે દિલ્હી અને NCR મા પ્રદૂષણમાં ભારે વધારો થયો છે. દિલ્હી, ગાઝિયાબાદ અને NCR ની હવા શ્વાસ લેવા લાયક નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment