ઓગસ્ટ મહિનામાં સર્જાઈ શકે છે વરસાદના કારણે ભારે તબાહી,અંબાલાલ પટેલે વ્યક્ત કરી મોટી આગાહી

હાલ ગુજરાતમાં વરસાદને કારણે ગુજરાતના દરેક નાના-મોટા ગામડામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે જ્યારે ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડાના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ વરસાદને લઈ અનેક આગાહીઓ વ્યક્ત કરી છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જુલાઈ મહિનામાં વરસાદે ચારે કોર તબાહી સર્જી દીધી હતી જેને લઇ અંબાલાલ પટેલ હવે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ માટે આગાહીઓ વ્યક્ત કરી છે. બે થી પાંચ ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના દરેક નાના-મોટા ગામડાઓમાં બે થી ત્રણ ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો જેમાં નવસારીના ખેર ગામમાં 2.5 ઇંચ અને ડાંગના નાના-મોટા ગામડામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.