મિત્રો આ વર્ષે શિયાળામાં ગુજરાત રાજ્યની અંદર જોઈએ તેવી ઠંડી જામી નથી ત્યારે અરબી સમુદ્રમાં અનેક હલચલ જોવા મળતા તેની અસર ગુજરાત રાજ્યના વાતાવરણ પર ધીરે ધીરે થઈ રહી છે ત્યારે રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 ની ડિસેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ બનવાના કારણે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે અને બીજી બાજુ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન અંબાલાલ પટેલે ગુજરાતમાં વાતાવરણ અંગે આગાહી કરી છે
ને તેમાં જણાવ્યું છે કે આ વખતે અરબી સમુદ્રમાં હલચલ આવ્યા બાદ 12મી તારીખથી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં આવતા પશ્ચિમ વેસ્ટન ડિસ્ટર્બન્સમાં બંગાળના ઉપસાગર નો ભેજ ભળી જશે.
આ સાથે સાથે તેમને જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 થી 18 ડિસેમ્બરના રોજ કમો સમી વરસાદની આગાહી રહેશે જેથી ઉત્તર ભારતના ભાગો અને મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલ ને ઠંડી અંગે જણાવ્યું હતું કે આ વખતે નબળા વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઠંડી ઓછી પડી રહી છે અને દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થતી નથી
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment