હાલમાં સોશિયલ મીડિયામાં કાકરાપાર ડેમનો એક અદભુત નજારાનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા માંડવી તાલુકામાં આવેલો કાકરાપાર ડેમ છેલ્લા ઘણા દિવસોથી ઓવર ફ્લો થઈ ગયો છે.
ઉકાઈ ડેમમાં પાણી છોડાયા બાદ કાકરાપાર ડેમની સપાટીથી ત્રણ મીટર ઉપરથી પાણી વહેતું થવા લાગ્યું હતું. જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ડેમ પર તિરંગા કલરની લાઇટિંગ ગોઠવવામાં આવી હતી. જ્યારે રાત્રિના સમયે આ લાઇટિંગ શરૂ કરવામાં આવી ત્યારે એક અદભુત નજારો જોવા મળ્યો હતો.
જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની જીવા દોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા જ કાકરાપાર ડેમની સપાટીથી પાણી 3 મીટર ઉપરથી વહેવા લાગ્યું હતું.
આખો દેશ જ્યારે આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા કાકરાપાર ડેમ ખાતે તિરંગાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે. જેના અદભુત નજારા ના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ડેમ પર તિરંગા કલરની લાઇટિંગ ગોઠવવામાં આવી છે. વહેતા પાણીમાં કેસરી, સફેદ અને લીલા રંગની રાઇટીંગ સાથે રાત્રિનું દ્રશ્ય ખૂબ જ અદભુત બની ગયું છે. તિરંગાની લાઇટિંગ ના કારણે કાકરાપાર ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
આ અદભુત નજારા નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકોના દિલ ખુશ થઈ ગયા છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે આવા દ્રશ્યો પહેલી વખત જોયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment