માં મોગલના પરચા અપરંપાર છે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે માતા-પિતા પોતાના બાળક માટે કંઈ પણ કરી શકે છે પરંતુ તેના બાળક ને કોઈપણ તકલીફ માં જોઈ શકતા નથી. એવી જ એક ઘટના આપણી સમક્ષ સામે આવી છે જેમાં યુવકનો એકનો એક દીકરો અચાનક જ બીમાર પડી ગયો હતો. ત્યારે કોઈ પણ માતા-પિતા પોતાનું બાળક જ્યારે બીમાર પડે છે.
ત્યારે તેને કોઈ પણ તકલીફમાં તે બહાર કાઢવા માટે કંઈ પણ કરે છે, ત્યારે માતા-પિતા ખુબ જ ચિંતામાં આવી ગયા હતા અને પહેલા દવા પણ ઘણી કરાવી પણ દીકરાને ફેર પડ્યો ન હતો. એટલું જ નહીં તેના પિતા દીકરાને લઈને બચાવવા માટે ભૂવાઓ ના ચક્કર પણ ખાધા છે પરંતુ અંધશ્રદ્ધા માટે છેલ્લા ત્રણ વર્ષથી ભૂવા પાસે અલગ-અલગ વિધિઓ પણ કરાવતા હતા કે કઈ રીતે દીકરાને સાજા કરવો આટલું બધું કરવા છતાં દીકરાને કોઈ ફરક પડ્યો ન હતો.
બાળકને તકલીફમાં જોઇને માતા પિતા ચિંતાતુર બની ગયા હતા ત્યારે તેના પિતાએ દીકરાને બચાવવા માટે પૈસા પાણીની જેમ વહાવી દીધા ત્યારે વાત કરીએ તો ભૂવાઓ પાછળ તેના પિતાએ 40 લાખથી વધારે ખર્ચ કર્યો હતો. એટલું જ નહિ પિતાએ પોતાનું ઘર પણ વેચી દીધું પોતાના બાળકને સાજો કરવા માટે અંતે કોઈ ફેર ન પડ્યો હતો.
બાળક પાછળ ઘણો ખર્ચ કર્યો પિતા પાસે કશું નથી આટલું બધું કરવા છતાં દીકરો સાજો ન થયો. ત્યારે માતા-પિતાને માં મોગલ વિશે ખબર પડી અને દીકરા માટે માં મોગલને માનતા માની હતી કે તેનો દીકરો જલ્દી સાજો થઈ જાય. ત્યારે વાત કરીએ તો માતા-પિતાને માં મોગલ પર અપાર શ્રદ્ધા બેસી ગઈ અને તેના દીકરાને લઈને તેઓ માં મોગલ ધામ આવીને માં મોગલના દર્શન કરાવ્યા.
ત્યારે આપણે સૌ જાણીએ છીએ કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ બિરાજમાન છે ત્યારે મણીધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી આતો માં મોગલ પર તારો વિશ્વાસ છે. વધુમાં જણાવતાં કહ્યું હતું કે ક્યારેય અંધશ્રદ્ધામાં ભરોસો નહિ અને ભૂવાના ચક્કરમાં તો ક્યારેય ના ભરશો કારણકે આજે 90 ટકા લોકો લૂંટવા બેસ્યા છે. લોકોએ ધંધો બનાવી લીધો છે માં મોગલ પર શ્રદ્ધા રાખવાથી તમારું કામ પાર પડ્યું છે.
માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી તેથી જ માં મોગલ આ ત્રણ વર્ષથી બીમાર રહેતો એક દીકરો પલમાં હસતો રમતો કરી દીધો. ત્યારે કહું તો માં મોગલના પરચા અપરંપાર છે તેઓ ઘણીવાર લોકોને પરચા બતાવ્યા કરે છે અને માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર હતી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા જ છે અને માં મોગલ ક્યારે કોઈને દુઃખી જોઇ શકતાં નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment