આ સ્ત્રીના આપેલા શ્રાપને કારણે મોરબીમાં થાય છે આ બધી હોનારત… જાણો રાજાને આપેલા શ્રાપની લોકવાયકા…

ઔદ્યોગિક નગરી તરીકે જાણીતું મોરબી કે જે ખૂબ જ વિકાસશીલ પણ છે અને તે દરેક ક્ષેત્રમાં પોતાનો આગવો સ્થાન પણ ધરાવે છે, ત્યારે હાલ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હજમચાવી દીધું છે, ત્યારે એ દુર્ઘટનામાં કેટલાય લોકોના મોત થયા છે. તો કેટલાય લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અકસ્માત પાછળ ઘણા લોકોનું કહેવું છે કે મોરબી ને મળેલા એ અભિશાપનું જ કારણ છે. જાણવા મળ્યા અનુસાર મોરબીમાં અગાઉ પણ એક આવી હોનારત સર્જાઈ હતી. જેની પાછળ એક રહસ્ય જોડાયેલું છે. જેની આજે આપણે વાત કરીશું લોકવાયકા એવી છે કે મોરબીના રાજા જીયાજી જાડેજા કે જે તે સમયે તેઓ એક સ્ત્રી તરફ આકર્ષાયા હતા.

પરંતુ એ સ્ત્રીને એના પસંદ હોવા છતાં. એ રાજા તેને ખૂબ હેરાન કરતો હતો. અંતે સ્ત્રીને કોઈ માર્ગ ન મળતા સ્ત્રીએ મચ્છુ નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારે એ સ્રીએ જતા જતા એ રાજાને શ્રાપ પણ આપ્યો હતો કે તમારી સાત પેઢીઓ પછી ન તો તમારો વંશ રહેશે ન તો તમારું શહેર રહેશે.

જેના કારણે લોકવાયકા એવી છે કે એ શ્રાપના પરિણામે જ મોરબી શહેરમાં વારંવાર આવી હોનારતો સર્જાય છે. આવનાર પહેલાની વાત કરીએ તો વર્ષ 1779 માં એક જળ હોનારત પણ સર્જાઇ હતી. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે મચ્છુ બે ડેમમાં પાણીની આવક ખૂબ જ વધી હતી અને એ બંધનો માટીનો પાળો તૂટી જવાથી ભયંકર જળ હોનારત સર્જાઈ હતી.

જેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિણામે જ્યારે જ્યારે મોરબીમાં આવી મોટી હોનારતો સર્જાય છે, ત્યારે એની પાછળનું મુખ્ય કારણ સ્ત્રીએ આપેલા અભિશાપ માનવામાં આવે છે.મોરબીવાસીઓનું એવું પણ કહ્યું છે કે આ કથા ને અનુસંધીને એક ફિલ્મ પણ બનેલી છે. જેનું નામ છે મચ્છુ તારા વહેતા પાણી.

મોરબી વાસીઓ એ વાતને પણ સ્વીકારે છે કે મોરબી શહેર પર પાણીની ઘાત રહેલી છે. તેથી દર 21 વર્ષે મોરબીમાં આવી કંઈક ને કંઈક રીતે મોટી દુર્ઘટના સર્જાય છે અને જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આગામી સમયમાં પણ મોરબીમાં આવા આવા અકસ્માતો સર્જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*