સુરત શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં આવેલ એક હીરાના કારખાનામાં લોટની ઘટના બની છે. અહીં મોઢા ઉપર રૂમાલ બાંધીને ચાર જેટલા લુટેરાઓ કારખાનામાં ઘુસીયા હતા. ત્યાર પછી કારખાનામાંથી સાત લાખ રૂપિયાના હીરાની લૂંટ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતા જ કાપોદ્રા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સુરત શહેરમાં હીરાના વેપારીઓ સાથે બનેલી લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. થોડાક દિવસ પહેલા કતારગામ વિસ્તારમાંથી એક હીરાના વેપારીને લૂંટી લેવામાં આવ્યા હતા.
ત્યારે હવે કાપોદ્રામાં બનેલી એક લૂંટની ઘટના સામે આવી રહી છે. કાપોદ્રા વિસ્તારમાં રચના સર્કલથી કાપોદ્રા રોડ પર આવેલ અક્ષર ડાયમંડ હાઉસના બિલ્ડીંગ નંબર પાંચમાં એક હીરાનું કારખાનું આવેલું છે. ખાતા નંબર 101માં હીરાના વેપારી મનસુખભાઈ રવૈયા મોદી સાંજ સુધી પોતાના કારખાના પર હાજર હતા.
ત્યારે મોઢે રૂમાલ બાંધેલા ચાર જેટલા લોકો કારખાનામાં ઘૂસી આવે છે. ત્યાર પછી હીરાના વેપારી મનસુખભાઈ, તેમના ભાગીદાર અને કારખાનામાં કામ કરતાં કારીગરોને ધારદાર વસ્તુ બતાવીને ડરાવે છે અને કારખાનામાંથી 7 લાખ રૂપિયાના લૂંટીને ઘટના સ્થળેથી ભાગી જાય છે.
કાપોદ્રામાં હીરા વેપારી સાથે લૂંટની ઘટના બની હોવાની માહિતી પોલીસને મળતા જ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વેપારી અને કારીગરોની પૂછપરછ શરૂ કરી દીધી છે. હીરાના વેપારીએ જણાવ્યું કે લગભગ સાંજે 8:30 વાગ્યાની આસપાસ મોઢા પર રૂમાલ બાંધીને ચાર જેટલા લોકો કારખાનામાં ઘૂસ્યા હતા.
ત્યારબાદ તે હીરાની લૂંટ કરીને અહીંથી ફરાર થઈ ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસે લુટની ફરિયાદ નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment