ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી આઠ વિધાનસભા ની બેઠકો પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને આ પેટા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર કરી રહ્યા છે. પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. કરજણ બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ ફરી એક વખત જનતાનો વિરોધનો સામનો કરવો પડ્યો છે.
પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન પક્ષપલટો કરનાર અક્ષય પટેલ ને લોકોએ ખખડાવ્યા હતા.પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અક્ષય પટેલ કરાલી ગામે પ્રચાર માટે ગયા હતા. જ્યાં મતદારોએ અક્ષર પટેલને ખખડાવ્યા હતા. અક્ષય પટેલ ના કારણે ભાજપને પેટાચૂંટણીમાં ઘણું નુકસાન થઈ શકે છે.
વોટ લીધા પછી કોઈ દેખાયું નથી.અક્ષય પટેલ ને મતદારોએ ખખડાવ્યા અને આમ ફરી વખત અક્ષય પટેલ મતદારો વચ્ચે શોભજનક સ્થિતિમાં મુકાયા હતા.
અક્ષય પટેલ સાથે બજારમાં જતા કાર્યકરો પણ બધા વચ્ચે ભોંઠા પડયા હતા. ભાજપ માટે ખરાબ સમાચાર.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment