આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઘણી અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોનો જીવ જતો રહેતો હોય છે. ત્યારે તેવી તે ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકે બાઈક સવાર યુવક અને યુવતીને જોરદાર ટક્કર લગાવી હતી
અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. ત્યારે ઘટનામાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ લોકોએ ભેગા મળીને ટ્રક ચાલકને પકડી પાડ્યો હતો અને તેને બરાબરનો મેથીપાક આપ્યો હતો અને પછી ટ્રક ચાલકને પોલીસને હવાલે કરી દીધો હતો.
અકસ્માતની ઘટના બનતા જ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે ખસેડી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના લખનઉમાંથી સામે આવી રહી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ દીપક પટેલ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. દિપક તેની મિત્રની બહેન કંચન લતા સાથે બહાર ગામ ગયો હતો. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કરતો હતો.
પરંતુ સ્થાનિક લોકોએ તેમને પકડી પાડ્યો હતો. ઘટનામાં દીપકને ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ પહોંચે તે પહેલા તો સ્થાનિક લોકોએ મળીને ટ્રક ચાલકને બરાબરનો મેથીપાક આપ્યો હતો.
જ્યારે 34 વર્ષની કંચન લતા ને આ ઘટનામાં પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ દીપકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment