કોરોના વાયરસ ને રોકવા સરકાર ના તમામ પ્રયત્નો ત્યાં સુધી ના કામિયાબ રહેશે જ્યાં સુધી લોકો તેને ગંભીરતાથી નહીં લે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક પરિવારે પોતાના પાળતૂ કૂતરા એબી નો જન્મદિવસ ઉજવવા મોટું આયોજન કર્યું હતું.
આ પાર્ટી પ્લોટમાં સાત લાખ રૂપિયા ખર્ચી પાટી અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાલી.આ સંગીત સંધ્યામાં બીજું કોઈ નહિ પણ જાણીતા લોકગાયક કાજલ મહેરિયા પણ હતા.
આ વખતે ત્યાંથી પસાર થઈ રહેલી પોલીસ પાર્ટી પ્લોટ ની બહાર જે પાળતૂ પ્રાણી નો જન્મદિવસ હતો તેનું બોર્ડ જોઈ આશ્ચર્ય થયુ હતું અને અંદર જઈને જોતા લોકો માસ્ક વગર તથા ટોળે વળેલા જોવા મળ્યા હતા.પોલીસ આ મામલે ત્રણ વ્યકિત ની ધરપકડ કરી પાર્ટી બંધ કરાવી હતી.
અમદાવાદ ના નિકોલ વિસ્તારમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ પાસેથી નિકોલ પોલીસ થી પેટ્રોલિંગ પાર્ટી પસાર થઈ હતી ત્યારે પોલીસ ને સંગીત નો અવાજ સંભાળતા પોલીસના વાહનો અટકી ગયા હતા.
પોલીસ ત્યાં જઈ તપાસ કરતા પાર્ટી પ્લોટમાં લોકો સંગીત ના તાલે ઝૂમી રહ્યા હતા અને તેમને માસ્ક પણ પહેર્યા ન હતા.
મોટી સંખ્યામાં એકત્રીત લોકોને જોઈ પોલીસ પૂછપરછ કરતાં જાણકારી મળી કે, કૃષ્ણનગરમાં રહેતા ચિરાગ મિનેશ પટેલ પામોરિયન ડોગ એબી નો જન્મ દિવસ હોવાને કારણે તેમને મિત્રો અને પરિવારના સભ્યોને બોલાવી પાર્ટી નું આયોજન કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment