અમદાવાદમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. અહીં એક ઊંઘમાં સૂતેલી પોતાની પત્નીના ગળે ડીસમિસ ઘુસાડીને તેનો જીવ લઇ લીધો છે. હાલમાં તો પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર રામોલ વિસ્તારમાં શાલીમારની ચાલીમાં સવારના સમયે એક મકાનમાંથી બાળકોનો રડવાનો અવાજ સંભળાયો હતો.
જેના કારણે પડોશીઓ ત્યાં દોડીએ આવ્યા હતા. ત્યારે ઘરમાં એક મહિલાનું મૃતદેહ પડેલું હતું અને મહિલાના સંતાનો ત્યાં બેસીને રડી રહ્યા હતા. મહિલાનો પતિ ઘરે હતો નહીં તે ફરાર થઈ ગયેલો હતો. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જીવ લેવામાં ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
પછી તો પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો હતો અને વધુમાં કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. આ કારણસર ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે.
15 વર્ષ પહેલા આરોપી યુવક અને મૃત્યુ પામેલી મહિલાના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે સતત ઘર કંકાસ ચાલતો હતો. ઘટના બની તે દિવસે રાત્રે પતિ-પત્નીનો ઝઘડો થયો હતો અને પછી પત્ની બાળકો સાથે સૂઈ ગઈ હતી.
ત્યારે ફરી મોડી રાત્રે આરોપીએ પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન આરોપીએ ડિસમિસથી પોતાની પત્નીના ગળા ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. હાલમાં તો પોલીસે આરોપીની તપાસ કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment