ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા…

આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના જ બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોતાના 10 ઉમેદવારાની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણીના ત્રણ મહિના પહેલા ઉમેદવારો જાહેર થશે. આજે આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. L

ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને હું અભિનંદન પાઠવું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનમાં આ યાદી બની છે. જેમાંથી પહેલું લિસ્ટ જાહેર થયું છે. જેમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે. ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થયા પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે.

આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારોની નામની યાદી…

1. ભીમાભાઇ ચૌધરી – દિયોદર
2. વશરામ સાગઠીયા – રાજકોટ ગ્રામ્ય
3. સાગર રબારી – બેચરાજી
4. અર્જુન રાઠવા – છોટાઉદેપુર
5. રામ ધડુક – કામરેજ (સુરત)
6. સુધીર વાઘાણી – ગારીયાધાર
7. રાજેન્દ્ર સોલંકી – બારડોલી
8. શિવલાલ બારસીયા – રાજકોટ દક્ષિણ
9. ઓમપ્રકાશ તિવારી – નરોડા
10. જગમાલ વાળા – સોમનાથ

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*