ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે આ તૌકતે વાવાઝોડુ. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તબાહી મચાવનારુ તૌકતે વાવાઝોડું હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ સાથે તેની સ્પીડ પણ ઓછી થઈ રહી છે.
રાજસ્થાન પર મંગળવારે રાત્રે વાવાઝોડાનું સંકટ આવશે. જોકે આ સમયે તેની સ્પીડ 40 થી 50 જેટલી રહેશે અને આ ગતિ મા રાજસ્થાનમાં પવન ફૂંકાશે.
રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વરસાદ પણ ખાબકશે અને સાથે રાજસ્થાન ન રાજસંમદ, સિહોરી, ઝાલોર, ચિત્તોડગઢ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.
ગુજરાતમાં વાવાઝોડાની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં સૌથી મોટી માહિતી ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણે કુલ 13 લોકોના મોત થઇ હોવાની માહિતી સામે આવી છે.
ગઈકાલે દિવસ પર વાવાઝોડા ની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે.
5951 ગામમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ગઈ છે. 3850 ગામમા વીજ પુરવઠા ની કામગીરી ચાલુ છે. 220kv ના 5 સબટેસન અસરગ્રસ્ત થયા હતા જેમાંથી એક સબ સ્ટેશન શરૂ થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment