પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને આપણી સમક્ષ મહત્વના સમાચાર, જાણો વિગતે.

Published on: 10:15 am, Wed, 19 May 21

બુધવારે સામાન્ય નાગરિકોને રાહત મળી છે અને આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પ્રકારની વધઘટ થઇ નથી. ઓઈલ કંપનીઓ પાછલા અઠવાડિયા થી એક દિવસ બાકાત રાખી સતત કિંમત વધારી રહી છે.

આપને જણાવી દઇએ કે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. કાલે ડીઝલની કિંમતમાં 29 થી 31 પૈસા પ્રતિ લિટર જયારે પેટ્રોલની કિંમતમાં 24 થી 27 પૈસા નો વધારો થયો હતો.

મે મહિનામાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલ દસ વખત મોંઘા થઇ ચુક્યા છે. સતત વધી રહેલા ભાવના કારણે માત્ર 10 દિવસમાં જ દિલ્હીમાં પેટ્રોલ અઢી રૂપિયા વધી ચૂક્યો છે.

જ્યારે ડીઝલના ભાવ આ મહિને 2.78 રૂપિયા મોંઘા થઇ ચુક્યા છે. આપને જણાવી દઇએ કે દરરોજ સવારે છ વાગ્યે નવી કિંમત જાહેર કરવામાં આવે છે.

મહારાષ્ટ્રના નાંદેડ માં પેટ્રોલ પ્રતિ લીટર 100.54 રૂપિયા મળે છે અને રાજસ્થાનના શ્રીગંગાનગર માં પેટ્રોલ 103.80 રૂપિયા પ્રતિ લિટરે મળે છે.

જેસલમેરમાં પેટ્રોલ 100.97 રૂપિયા, મધ્યપ્રદેશના અનુપપૂરમા 103.49 રૂપિયા, નગરાબાંધમાં પેટ્રોલ 103.31 રૂપિયા, રિવામાં પેટ્રોલ 103.13, ઈન્દોરમાં પેટ્રોલ 100.98 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને આપણી સમક્ષ મહત્વના સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*