કપડાં ધોયા બાદ તળાવમાં સ્નાન કરવા ગયેલી 2 વિદ્યાર્થીનીઓ તળાવમાં ડૂબી ગઈ, બંનેના કરૂણ મૃત્યુ…

રવિવારના રોજ બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. જાફરપુરા ગામમાં રવિવારના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ તળાવમાં બે વિદ્યાર્થીનીઓ ડૂબી ગઈ હતી. જેના કારણે બંને વિદ્યાર્થીનીઓના મૃત્યુ નિપજયા હતા. આ ઘટનાના પગલે મૃતકોના પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

આ ઘટનામાં 15 વર્ષીય રાધા નામની અને 17 વર્ષીય જશ્મા નામની બે વિદ્યાર્થિનીઓના મૃત્યુ થયા છે. રાધા અને જશ્મા ગામ નજીક આવેલા તળાવના કિનારે કપડાં ગઈ હતી. કપડાં ધોયા બાદ રાધા અને જશ્મા તળાવમાં સ્નાન કરવા માટે જાય છે. જ્યારે બંનેમાંથી એક ઊંડા પાણીમાં ચાલી જવાના કારણે તે તળાવમાં ડૂબવા લાગી હતી.

તેને બચાવવા માટે તેની બહેનપણી પ્રયાસ કરે છે પરંતુ તે પણ ઊંડા પાણીમાં ડૂબી જાય છે. આ ઘટના બની ત્યારે ગામના અન્ય બાળકો પણ ત્યાં હાજર હતા. આ દ્રશ્ય જોઈને બાળકો રડવા લાગ્યા હતા. ત્યારે જ ગામના લોકો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ તરવૈયાઓની મદદથી બંને બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે ગામના દરબાર નામના વ્યક્તિએ બંનેના પેટમાંથી પાણી બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ બન્નેને ગામના લોકો આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ અંગે પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. એક જ ગામની બે દીકરીઓના મૃત્યુ થતા ગામમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલી રાધા ધોરણ-9માં અભ્યાસ કરતી હતી અને મૃત્યુ પામેલી જશ્મા ધોરણ-12માં અભ્યાસ કરતી હતી.

બંને ગામ થી બે કિલોમીટર દૂર આવેલી એક શાળામાં અભ્યાસ કરતી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપ્યા હતા. બંને દીકરીઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*