બાઈક પર સવાર 4 મિત્રોને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, 3 મિત્રોના કરૂણ મૃત્યુ – એક સાથે ત્રણ મિત્રોની અર્થી ઉઠતા આખું ગામ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી…

Published on: 10:15 am, Tue, 7 June 22

સોમવારના રોજ વહેલી સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના મહારાષ્ટ્રના સાંગલીમાં બની હતી. અહીં ચાર યુવકો બાઇક પર સવાર થઈને પોતાના ગામે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બાઈક બેકાબુ થઇ ગઈ હતી અને ખાડામાં પડી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતનો ભોગ બનેલા ચાર યુવકો એકબીજાના પડોશમાં રહેતા હતા. એક સાથે અકસ્માતમાં ત્રણ મિત્રોના મૃત્યુ થતાં સમગ્ર ગામમાં માતમ છવાઇ ગયો હતો. ચારે મિત્રો એક બાઈક પર સવાર થઈને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન બાઈક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને બિરનલ નાળા પાસે ખાડામાં પડી હતી. અકસ્માતની ઘટનામાં 22 વર્ષે અજીત નામના યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે 21 વર્ષીય મોહિત અને 22 વર્ષીય રાજેન્દ્ર હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

જ્યારે અન્ય 16 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

તે લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે ત્રણ મિત્રોના મૃત્યુ થતા ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મૃતકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ત્રણ યુવકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. અકસ્માત કયા કારણોસર થયો તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બાઈક બેકાબુ થઇને ખાડામાં પડી હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!