મંદિરે દર્શન કરીને ઓટો રીક્ષામાં ઘરે પરત ફરી રહેલા પરિવારને એક ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્ર-પુત્રવધુનું કરૂણ મૃત્યુ…

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ચારેબાજુ માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના તલવારના રાજગઢમાં બની હતી. મળતી માહિતી અનુસાર રાજગઢ-સિકંદર મેગા હાઇવે પર પેટ્રોલ પંપ પાસે એક બેકાબૂ ટ્રક ચાલકે ઓટો રીક્ષાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં ઓટો રીક્ષામાં સવાર પતિ-પત્ની અને પુત્રવધુ અને પુત્રનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ હાઈવે રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર પરિવાર ઓટો રીક્ષામાં રાજગઢ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતા એક ટ્રક ચાલકે ઓટો રીક્ષાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે રાજગઢની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેનું રસ્તામાં જ કરૂણ મૃત્યુ થયું હતું.

આ અકસ્માતની ઘટનામાં 50 વર્ષીય હરિરામ, 48 વર્ષીય રજ્જો દેવી, 26 વર્ષીય રામ અને 24 વર્ષીય મીરાં દેવીનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર પરિવાર ધાર્મિક સ્થળથી ઓટો રીક્ષામાં રાજગઢ પરત ફરી રહ્યું હતું. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ટ્રક અને ઓટો રિક્ષા કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતકના પરિવારજનોને મૃતકના મૃતદેહ સોંપી દેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*