બાઈક પર ઘરે જઈ રહેલા યુવકનો ચાર યુવકો દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો, જાણો સમગ્ર ઘટના

Published on: 11:57 am, Mon, 16 May 22

મેરઠમાં રવિવારના રોજ સાંજે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક યુવકને ધેરીને તેના છાતી પર પિસ્તોલ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં કર્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને પંચનામું કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વૈભવ ત્યાગી હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. વૈભવ ત્યાગી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રવિવારના રોજ સાંજે વૈભવ બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ચાર યુવકોએ વૈભવની બાઇકને રોકીને ઘેરી લીધી હતી.

ત્યારબાદ વૈભવ પર પ્રહાર કર્યા હતા અને અંતમાં વૈભવની છાતી પર પિસ્તોલ વડે પ્રહાર કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ ઘટનામાં વૈભવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પિસ્તોલ નો અવાજ સાંભળીને આસપાસના ખેડૂતો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. વૈભવ ને ઈજાગ્રસ્ત હાલતમાં મેરઠની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ત્યાં રાત્રે સારવાર દરમિયાન વૈભવનું મૃત્યુ થયું હતું. પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર જૂની વાતનો ખાર રાખીને વૈભવ નો જીવ લઈ લેવામાં આવ્યો છે હાલમાં તેવી માહિતી સામે આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક પર ઘરે જઈ રહેલા યુવકનો ચાર યુવકો દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો, જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*