સુરત શહેરમાં હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન સુરતની એક વિદ્યાર્થીની સાથે કરુણ ઘટના સર્જાય છે જે આપણી તમામ લોકોની આંખમાં આંસુ લાવી દે તેવી છે. આ દીકરીના પિતાનું રાત્રે અવસાન થયું અને સવારે અંતિમવિધિ પૂર્ણ કરી પિતાનું સપનું પૂરું કરવા માટે
દીકરી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી અને હાલમાં દીકરીનો ભાઈ ધોરણ 12 માં પરીક્ષા આપી રહ્યો છે.સુરતના અડાજણ એલપી સવાણીમાં ધોરણ 10 માં ભણતી દીકરીના પિતા પ્રકાશભાઈ ની અંતિમ ઈચ્છા પૂરી કરવા તેમના અવસાન બાદ
તે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપવા માટે ગઈ હતી અને દીકરીનો ભાઈ ધ્રુવ ધોરણ 12 માં કોમર્સમાં પરીક્ષા આપવા માટે ગયો હતો. પ્રકાશભાઈ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને પ્રકાશભાઈ ગુરૂવારના દિવસે જ બંને ભાઈ બહેનને કહ્યું હતું કે
ઘણી ઘણી ને આગળ વધો સારી નોકરી કરજો અને આ પિતાની સલાહ ને સર્વોપરી રાખીને દીકરા દીકરી આખી રાત રડતા રડતા પણ પરીક્ષા ની તૈયારી ચાલુ રાખી અને આખરે સવારે પિતાના પાર્થિવ દેહ ના દર્શન કરીને બંને પરીક્ષા આપવા.સુરતના અડાજણ વિસ્તારમાં પ્રકાશભાઈ કદમ પરિવાર સાથે રહેતા હતા.
તેઓની પુત્રી કશીશ અને પુત્ર હાલમાં અભ્યાસ કરી રહ્યા છે અને કશીશની ધો.10ની હાલમાં પરીક્ષા ચાલી રહી છે. પરંતુ ગત રાતે કશીશના પિતા પ્રકાશભાઈનું અવસાન થયું હતું.ઘરમાં પિતાના અચાનક
અવસાનને લઇ શોકનો અને ગમગીન માહોલ હતો. દીકરી પિતાને ગુમાવ્યાના દુઃખમાં હતી પરંતુ પિતાનું સપનું પૂર્ણ કરવા દીકરીએ હિમ્મત રાખી હતી અને સવારે ધો.10ની પરીક્ષા આપી હતી. પ્રકાશભાઈ બેંકમાં નોકરી કરતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment