હાલમાં ભરૂચ(Bharuch)માં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કંઈક એવું બન્યું કે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. જાણવા મળી રહ્યો છે કે ભરૂચમાં(Bharuch) પતિના મૃત્યુના એક કલાક બાદ આઘાતમાં પત્નીનું પણ મૃત્યુ(Death of wife after death of husband) થઈ ગયું હતું. બંનેની એક સાથે અંતિમયાત્રા(funeral procession) નીકળતા ચારેય બાજુ શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટના ભરૂચના ફાડાતળાવ વિસ્તારમાં બની હતી. અહીં વિધિની અનોખી વક્તા સામે આવી હતી. અહીં શુક્રવારના રોજ સવારના સમયે વૃદ્ધ પતિ હરકિસન ભગવાનદાસ મકવાણા નામના વ્યક્તિનું ઉંમરના કારણે મોત થયું હતું. જેના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરંતુ પરિવારને ક્યાં ખબર હશે કે તેમનું આ દુઃખ હજુ પણ વધવાનું છે.
પતિના મૃત્યુ બાદ પત્ની પુષ્પાબેનને ભારે આઘાત લાગ્યો હતો. જેના કારણે પતિના મૃત્યુના એક કલાક બાદ આઘાતમાં પુષ્પાબેનનું પણ મોત થયું હતું. આ રોજ દપંતી સાથે જ રહેતું હતું. જ્યારે તેમના સંતાનો તેમની પડોશમાં રહેતા હતા. પ્રેમની લાગણી કે આઘાતમાં તો આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.
પતિના મૃત્યુના એક કલાક બાદ પતિનું મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ બંનેની અંતિમ યાત્રા એક સાથે કાઢવામાં આવી હતી. બંનેની અંતિમયાત્રા એક સાથે નીકળતા વિસ્તારમાં તેઓના એકબીજા પ્રત્યેનો પ્રેમ અને લાગણીને લઈને સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પછી બંનેને એક સાથે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment