પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક બાદ મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે 4200 વેન્ટિલેટર ગુજરાતને ફાળવ્યા છે. દેશભરમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણી પણ આ ચર્ચામાં જોડાયા હતા અને પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક બાદ રૂપાણી એ મહત્વનું નિવેદન આપ્યું હતું.કોરોના ની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે મુખ્યમંત્રીએ કહ્યું કે.
આગામી દિવસોમાં RT PCR ટેસ્ટ તંત્ર દ્વારા વધારવામાં આવશે. રોજના 60 હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો સરકારનો લંશ્યાંક છે. એક જ અઠવાડિયામાં 10000 કોવિડ બેડ કર્યા હોવાની મુખ્યમંત્રી આ વાત કહી છે.
અને 1 હજાર જેટલા આઇસીયુ બેડ વધાર્યા છે. શાળાઓ વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, 30 એપ્રિલ સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
કોરોના મહામારી ના સમયમાં પ્રધાનમંત્રી મોદીએ ગઇકાલે 14મી વખત દેશના તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરતાં.
કોરોનાની બીજી લહેર ને કેવી રીતે પહોંચી વળશું તેના વિશે વિચાર વિમર્શ કર્યું હતું. રાજ્યોમાં શાસન સ્તર પર ફરી એક વખત સુધાર કરવાની મુખ્યમંત્રી ને સલાહ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment