સુરતમાં વેસુ વિસ્તારમાં એક મહિલાએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર સાસરીયા પક્ષ અને પિયર પક્ષ આમને-સામને આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર સાસરીયા પક્ષ દ્વારા મહિલાને દહેજને લઈને હેરાન કરવામાં આવતી હતી.
સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે પિયર પક્ષની ફરિયાદના આધારે મૃત્યુ પામેલી મહિલા, સાસુ-સસરા અને નણંદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર વેસુ વિસ્તારમાં આવેલા વાસ્તુગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતી 33 વર્ષીય જ્યોતિ નામની મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
જ્યોતિના પતિનું નામ સાહિલ છે અને તે કોલ્ડ્રિંક્સની એજન્સી ચલાવે છે. મળતી માહિતી અનુસાર 5 વર્ષ પહેલા જ્યોતિ અને સાહિલના લગ્ન થયા હતા. સાહિલના જ્યોતિ સાથે બીજા લગ્ન હતાં. મળતી માહિતી મુજબ જ્યોતિએ મંગળવારના રોજ સાંજના સમયે ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
ઘટના બનતા જ ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી. સાસરીયા વાળા જ્યોતિને દહેજ માટે ત્રાસ આપતા હતા તેવા આક્ષેપો પિયર પક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. સાસરિયાઓના ત્રાસથી જ્યોતિએ પોતાનું જીવન ટુંકાવ્યું છે એવું પિયર પક્ષનું કહેવું છે.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ જ્યોતિ ફોન પર પોતાના માસી સાથે વાત કરતી હતી. ત્યારે જ્યોતિના ફોનમાં તેના પતિ સાહિલનો ફોન આવતો હતો. જેથી જ્યોતિએ પોતાના માસીને કહ્યું કે સાહિલ સાથે વાત કરીને તમને કોલ કરું. પરંતુ ત્યારબાદ જ્યોતિ નો કોલ આવ્યો જ નહીં.
થોડાક સમય બાદ જ્યોતિના પડોશીનો ફોન આવ્યો કે જોતી એ કાંઈક કરી લીધું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે. પતિનો ફોન આવ્યો અને ત્યારબાદ જ્યોતિ એ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment