વાવાઝોડાના કારણે તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના મોટાભાગના પાકનો નાશ પામ્યો છે તેથી ખરાબ દશામાં મુકાયેલા આવા ખેડૂતો માટે રાજ્ય સરકાર સ્પેશ્યલ સહાય પેકેજ જાહેર કરે તેવી પણ માગણી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર ઓછી થયા બાદ.
આજે કેરી માર્કેટમાં આ વખતે હતી જોકે તેના ભાવમાં ખૂબ જ ઘટાડો થયો હતો. કેરી માર્કેટમાં 20000 બોક્સની આવક હતી અને 10 કિલો ના બોક્સ ના ભાવ 40 રૂપિયાથી લઇને 200 રૂપિયા સુધી બોલાયા હતા.
કેરીના બગીચામાં આખું વર્ષ સખત પરિશ્રમ કરી ખેડૂતો અંદાજે ૧૦૦ કરોડથી પણ વધુ કેસર કેરીનું ઉત્પાદન કરે છે. વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરી તાલાલા પંથકની આબાદી અને સમૃદ્ધિમાં અગત્યનું યોગદાન આપે છે.
જોકે વાવાઝોડાના કારણે આ વખતે આંબાના વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે. કેસર કેરીની નુકસાની પાંચ વર્ષે પણ ભરપાઈ ન થઈ શકે એમ નથી. સંખ્યાબંધ આંબાની ડાળીઓ તૂટી ગઈ છે. જેનો ખાસ સર્વે કરાવીને કેરીનું ઉત્પાદન કરતા.
ખેડૂતોને માટે ખાસ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂત અગ્રણીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તાલાલા પંથકમાં 45 જેટલા ગામમાં બાગાયત અને ઉનાળુ પાક માં થયેલા નુકશાન તથા આંબાના વૃક્ષો ને થયેલા.
નુકસાન સહિત જરૂરી સર્વે માટે 8 ટીમોને કામે લગાડવામાં આવી છે. આ ટીમમાં ત્રણ સરકારી અધિકારી સાથે ગામના સરપંચ તથા તલાટી મંત્રી તથા અગ્રણીઓને પણ જોડવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment