ગુજરાત રાજ્યમાં થોડાક દિવસો પહેલા જ વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયા હતા. ખાસ કરીને માછીમારોને વાવાઝોડાના કારણે વધારે પડતું નુકસાન થયું હતું. તેવામાં રાજ્ય સરકારે માછીમારો માટે જાહેર કર્યો એક ખૂબ જ મોટું રાહત પેકેજ.
મુખ્યમંત્રી વિજય રૂપાણી માછીમારોને રાહત આપવા માટે ૧૦૫ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું આ પેકેજની જાહેરાત કોર કમિટીની બેઠકમાં મંજૂર કરાઇ છે.
વાવાઝોડાના કારણે નાના મોટા બંદરે કેટલા એ માછીમારો અને નુકસાન થયું છે અને તેઓ પડી ભાંગ્યા છે તે માટે મુખ્યમંત્રીએ આ પેકેજની જાહેરાત કરી. આ પેકેજનો લાભ જે સામગ્રી નુકસાન થયું છે તેના ૫૦ ટકા અથવા રૂપિયા ૩૫ હજાર સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
જો નાની બોટો ને ઓછું નુકસાન થયું હશે તો 35000 અથવા ૫૦ ટકા સહાય બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર થશે. આ ઉપરાંત નાની બોટો જો સંપૂર્ણ રીતે નુકશાન પામે છે તો ૫૦ ટકા અથવા તો 75000 બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે.
ટોલર, ડોલનેટર, ગીલ નેટર બોર્ડના કિસ્સામાં તેની કિંમત ના ૫૦ ટકા અથવા તો બે લાખ બેમાંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે. રાજયમાં પ્રથમવાર માછીમારો માટે એટલું મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment