હાલમાં આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને વેપારીઓની સમસ્યા જાણવાની એક નવી મુહિમ શરૂ કરી છે.આ મુહિમ ને આગળ વધારવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સમગ્ર ગુજરાતના વેપારીઓને મળીને તેમની સાથે વાતચીત કરશે અને તેમની સમસ્યાઓ જાણશે અને આ કાર્યક્રમને રોકવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું ગોપાલ ઇટાલીયા નું કેવું છે.
આ અનુક્રમે વેપારી સાથે સંવાદ અંતર્ગત મહેસાણામાં ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે અને તેમના વિચારો જાણવા માટે આમ આદમી પાર્ટી એ સતત એક મહિના સુધી ગુજરાતના દરેક શહેરમાં વેપારી સંવાદનું આયોજન કર્યું છે.આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા
મહેસાણામાં વેપારીઓ સાથે જન સંવાદ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે આજ સુધી બધા નેતાઓ આવતા હતા અને ભાષણ આપીને જતા રહેતા કોઈ કોઈની વાતો સાંભળતું ન હતું પણ તમામની વાત સાંભળવા અમે આવ્યા છીએ અને ફક્ત અરવિંદ કેજરીવાલ આવું કલ્ચર લાવ્યા છે.લોકોના તમામ પ્રશ્નોનું સમાધાન લાવવા માટે આમ આદમી પાર્ટી
સંવાદ કાર્યક્રમ દ્વારા પ્રયાસ કરી રહી છે અને અત્યાર સુધીના જેટલા વેપારીઓ સાથે સંવાદ તેના પરથી સમજાય છે કે જીએસટી કાયદો છે તે ગડબડ છે. વેપારીઓ સરકારને ટેક્સ આપવા માંગે છે પણ તમામ એવું ઈચ્છે છે કે ઈમાનદારી ટેક્સનું કલેક્શન થાય. સરકારી ઈમાનદારી થી પૈસા લઈને સરકાર એવી રીતે ટેક્સ લેવો જોઈએ કે કોઈને લાગે નહીં કે
મારા ખિસ્સામાંથી રૂપિયા કાઢી જાય છે.જ્યારે શાળાઓ બને હોસ્પિટલ બને વીજળી આપવામાં આવે ત્યારે જનતાને લાગુ જોઈ કે સરકાર શાનદાર કામ કરી રહી છે અને આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ અહીંયા લૂંટફાટ મચી રહી છે તેવું ગોપાલ ઇટાલીયા આક્ષેપ લગાડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment