ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ ઘણા સમયથી જૂની પેન્શન યોજના ની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે અને આ મુદ્દા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારી કર્મચારીની માંગણીઓ પૂરી કરવાની અપીલ કરી છે અને તે પત્રમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાતના વિવિધ સંવર્ગ અને વિભાગના
સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના ની માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છે.જિલ્લા વાઇસ રેલીઓ કાઢીને તેમજ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પણ તેઓની રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ વર્ષોથી સત્તામાં હોવાના કારણે સરકારના બહેરા કામ થઈ ગયા છે તેના કારણે આજ દિવસ સુધી કર્મચારીઓની
માંગણી સ્વીકારવામાં આવી નથી અને રાત્રે સરકારે કર્મચારીઓના સંગઠનમાં ભાગલા પડે એવું કૃત્ય કરીને કર્મચારીઓના સંગઠનમાં વિભાજન કરવાનો પ્રયત્ન કરી ભાજપ સરકારે અંગ્રેજો જેવી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે તેવું ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું.ગુજરાતની સમુદ્ર અને વેગવંતુ બનાવવામાં સરકારી કર્મચારીનું પાયાનું યોગદાન રહેલું છે ને સરકારી કર્મચારીઓએ સરકારની તમામ નીતિઓ કે યોજના ને લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે
ત્યારે કર્મચારીઓને અન્યાય થાય તે યોગ્ય નથી અને ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓની માંગણી ને આમ આદમી પાર્ટી સમર્થન કરે છે અને ભાજપ સરકારને વિનંતી છે કે આવતા સાત દિવસમાં કર્મચારીઓની માંગણી નો ઉકેલ લાવવામાં આવે જો નહીં લાવવામાં આવે તો આવનારા ત્રણ મહિના પછી અવાજની પાર્ટીની સરકાર બની રહી છે ત્યારે આ યોજનાને રદ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક લાગુ કરવાની ગેરંટી આપે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment