ગાંધીનગરમાં છૂટાછેડા થયા બાદ પતિએ જાહેરમાં પત્નીનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

ગાંધીનગરમાં છેલ્લા થોડા દિવસોથી જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં જીવ લઈ લેવાની બે ઘટનાઓ બની છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ કલોલ સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે 23 વર્ષની યુવતી પર પૂર્વ પતિએ ધારદાર વસ્તુ વડે આડેધડ પ્રહાર કરીને યુવતીનો જીવ લઇ લીધો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલી દેવી કૃપા સોસાયટીમાં હેમા નંદવાણી અને ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા.

બંનેના લગ્ન થયા બાદ બંને વચ્ચે અણબનાવ ચાલુ થઈ ગયા હતા અને બંને વચ્ચે માથાકૂટ પણ વધી ગઈ હતી. તેના કારણે હેમાએ દોઢ વર્ષ પહેલા ભાવેશથી છૂટાછેડા લઇ લીધા હતાં. છુટાછેડા થઇ ગયા છતાં પણ ભાવેશ હેમાનો પીછો છોડતો ન હતો. આટલું જ નહીં પરંતુ અવાર નવાર હેમાને ફોન કરીને ઘરે પરત આવવાનું કહેતો હતો.

હેમાનો જીવ લેવામાં આવ્યો તે પહેલા એક ઓડિયો ક્લિપ સામે આવ્યો છે. જેમાં આરોપી ભાવેશ હેમાને ફોન પર કહી રહ્યો છે કે, જો તું ઘરે પરત નહીં આવીશ તો તારા આખા પરિવારને પતાવી દઈશ. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સાંજે કલોલના સિટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે ધારદાર વસ્તુ વડે તેના પર પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો અને ત્યાર બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ભાવેશ અને હેમાએ પ્રેમલગ્ન કર્યા હતા ત્યારબાદ બંને વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. અને હિમાને ખબર પડી ગઈ હતી કે, ભાવેશના પહેલેથી જ લગ્ન થઈ ગયા હતા. પરિણિત હોવા છતાં પણ ભાવેશે હીમા સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

ભાવેશ એ પોતાની પહેલી પત્નીને મૂકી દીધી હતી. ત્યારબાદ હિમાએ ભાવેશ સાથે છૂટાછેડા લઇ લીધા હતાં. અને છેવટે આવે છે રસ્તાની વચ્ચોવચ હિમાનો જીવ લઇ લીધો હતો. એટલું જ નહીં પરંતુ ભાવેશને હેમા સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો. તેથી તે હેમાને કહેતો હતો કે, તું મારી નહીં તો કોઈ બીજાની પણ નહીં’.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*