ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. સિહોર ખાતે સર્વોત્તમ કંપનીમાં એઆઈ વર્કર તરીકે નોકરી કરતાં પશુના ડોક્ટર શૈલેષભાઈ સુરસંગભાઈ ચૌહાણનું મૃતદેહ પશુના દવાખાનામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.
પશુના ડોક્ટર શૈલેષભાઈની ઉંમર 25 વર્ષની હતી અને તેઓ પીપળીયા ગામના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર 7 તારીખના રોજ શૈલેષભાઈના દાદીમાં શામુબેનનું દેહાંત થયું હતું. તે જ દિવસે સાંજે શૈલેષભાઈ મુળ ધરાઈ ગામે વિઝીટે જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા.
મોડી રાત થઈ ગઈ છતાં પણ શૈલેષભાઈ ઘરે પરત ન કર્યા તેથી પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના લોકોએ બીજા દિવસે સવાર સુધી શૈલેષભાઈની શોધખોળ કરી હતી. ત્યારે કોઈ ઓળખીતા વ્યક્તિએ જણાવ્યું કે, શૈલેષભાઈની ગાડી રતનપરના પશુ દવાખાનાની બહાર પડી છે.
ત્યારબાદ ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે દવાખાનામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં શૈલેષભાઈનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ શૈલેષભાઈના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વલભીપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે શૈલેષભાઈના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને વલભીપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 7 તારીખના રોજ શૈલેષભાઈ દાદીમાનું દેહાંત થયું હતું, શૈલેષભાઈને તેનો ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો.
આ કારણોસર તેમને આવું પગલું ભર્યું હશે તેવું પ્રાથમિક તબક્કામાં જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આજરોજ દાદીમા નું બેસણું અને આજે જ પરિવારના વધુ એક સભ્યનું મૃત્યુ થતાં ચૌહાણ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment