આપણે સૌ જાણીએ છીએ કે માતા પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત-દિવસ મહેનત કરીને બાળકનું ધ્યાન રાખે છે. ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં એક માતાએ પોતાની બેદરકારી દાખવી અને દીકરી સાથે એવું વર્તન કર્યું કે એ જાણીને આપણે સૌ ચોંકી ઉઠશો અને અનેક સવાલો મનમાં છે કે કોઈપણ માતા એના બાળક પર આવું કઈ રીતે કરી શકે?
આજે અમે તમને એક એવા જ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે મધ્યપ્રદેશના છત્તરપુર માં બનેલો કિસ્સો છે. જેમાં એક માતાએ તેની દીકરી પર એવું વર્તન કર્યું છે કે જેમાં દીકરીને છેલ્લે પોલીસની મદદ લેવી પડી અને એટલું જ નહીં પરંતુ એ દીકરીને કોઈએ મદદ ના કરી તો તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી કંટાળીને આજે એ દિકરી પોતાની માતા સામે ન્યાયની માંગણી કરી રહી છે.
એ દીકરી નું કહેવું છે કે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું પછી તેની માતા તેને અને તેના ભાઈ બહેનોને ખૂબ જ હેરાન કરતી હતી અને ભણવા પણ દેતી ન હતી. જ્યારે પિતાનાં કેટલાંક પૈસા હતા તે પણ તે જ વાપરે એવી રીતે હેરાન કરીને એ દીકરીને ખાવા-પીવાનું પણ આપતી ન હતી અને ભણવામાં પણ સાથ આપતી ન હતી.
એવું ખરાબ વર્તન કરીને માતા તેના બાળક સાથે આવું કરી રહી હતી. તેથી છેલ્લે કંટાળીને આ દીકરી એ પોલીસની પણ મદદ માંગી ત્યારે જણાવતા કહ્યું કે હું મારી માતા પર આરોપ લગાવીને કહું છું કે મારી માતા મારી સાથે ગેરવર્તણૂક કરતી હતી અને ખૂબ જ હેરાન પરેશાન કરતી હતી. અંતે થાકી ગઈ ને દીકરીની સમસ્યા ખૂબ જ વધી જતાં.
તે પોતાની કલેકટર ઓફિસ પહોંચી અને ત્યાં તેણે જીવન ટૂંકાવવાના ઘણા પ્રયત્નો કર્યા, તેથી એ દીકરીને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે એ દીકરી એ ખૂબ જ વેદનાભરી વાત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું યાંગ તે જ રહીશ.
ત્યારે જોવાનું એ રહ્યું કે આ દીકરીને તેની માતાના આ ગેરવર્તણૂક સામે ન્યાય મળશે કે નહીં. એવી કેવી માં કે જે પોતાની જ દીકરી ને હેરાન કરે, જેનાથી તેની દીકરી જીવન ટૂંકાવી દેવાનું પગલું ભર્યું, ત્યારે તે ખૂબ જ કંટાળેલી હાલતમાં એ પગલું ભરી રહી હતી અને પોલીસ પાસે ન્યાયની માંગણી કરી રહી છે કે મને જલ્દીથી જલ્દી ન્યાય મળે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment