પિતાના મૃત્યુ બાદ 3 દીકરીઓએ પિતાની અર્થીને કાંધો આપીને તેમના અંતિમ સંસ્કાર કર્યા, આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા…

મિત્રો હવે આપણા દેશમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. હવે લોકો જૂની માન્યતાઓ ભૂલીને દીકરીઓને ભણાવી ગણાવીને આગળ વધારી રહ્યા છે. ત્યારે દીકરીઓ પણ ભણી ગણીને પોતાનાં માતા-પિતાનું નામ રોશન કરી રહે છે. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ, જે જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે.

પિતાના મૃત્યુ બાદ ત્રણ દીકરીઓ એ પિતાની અર્થીને કાંધ આપીને દીકરાની ફરજ નિભાવી હતી. આ દ્રશ્ય જોઈને અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આ ઘટના રામનગરી અયોધ્યામાં બની હતી. અહીં મિલ્કીપુર તહસીલ વિસ્તારના મારુઈ ગણેશપુર વિસ્તારમાં અવધરાજ તિવારી નામના એક વ્યક્તિ કેન્સરથી પીડાતા હતા.

તેઓ છેલ્લા 10 વર્ષથી મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ત્યારે શનિવારના રોજ અવધરાજ તિવારીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. અવધરાજની પત્નીનું મૃત્યુ થોડા વર્ષો પહેલા થઈ ગયું હતું. અવધરાજને સંતાનમાં કોઈ દીકરો હતો. તેને માત્ર ત્રણ દીકરીઓ હતી.

જેમાં સૌથી મોટી દીકરીનું નામ બિંદુ, બીજી દીકરીનું નામ રેણુ અને સૌથી નાની નામ રોલી હતું. બિંદુ અને રેણુના લગ્ન થઈ ગયા છે. જ્યારે નાની દીકરી રોલી ગ્રેજ્યુએશન કરે છે. શનિવારના રોજ સવારે રોલી પરીક્ષા આપવા માટે ગઈ હતી. પરીક્ષા આપીને રોલી જ્યારે ઘરે પરત ફરી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

કારણ કે તેના પિતાનું મૃત્યુ થયું હતું. મૃત્યુના સમાચાર સાંભળીને બિંદુ અને રેણુ પણ પિતાના ઘરે આવી પહોંચી હતી. મૃત્યુ પામેલા અવધરાજને દીકરો ન હતો, તેથી તેમની ત્રણેય દીકરીઓએ પિતાની અર્થીને કાંધો આપીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ ગામના લોકો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*