એકના એક 7 મહિનાના દીકરાનું મૃત્યુ થતા માતા રડી રડીને અડધી થઈ ગઈ, માતાએ ડોક્ટરના ગળે વળગીને રડતા-રડતા એવા શબ્દો કીધા કે…સાંભળીને તમારી આંખોમાં પણ ઝળઝળીયા આવી જશે…

સોમવારના રોજ બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. સોમવારના રોજ હરિયાણાના પાણીપત શહેરમાં અષ્ટમીના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક માતાએ પોતાનો બાળક ગુમાવ્યો છે. બાળકના મૃત્યુ બાદ માતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું.

માતાને જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, પાણીપતમાં દેશરાજ કોલોનીમાં એક મહિલા પોતાના બાળકને પલંગ પર સુવડાવીને વ્રતનો પ્રસાદ બનાવવા માટે રસોડામાં ગઈ હતી. થોડીક વાર બાદ પલંગ પર સૂતેલો 9 મહિનાનો બાળક પલંગ પરથી નીચે પડ્યો હતો.

કંઈક પડવાનો અવાજ આવતા બાળકની માતા રૂમમાં આવી હતી. ત્યારે માતાએ બેભાન હાલતમાં પોતાના બાળકને જોયો હતો. બાળકને જોઈને માતાએ બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ રડતા રડતા બાળકની માતાએ જણાવ્યું કે, તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. ઘણી બધી માનતાઓ પછી તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો. 9 મહિનાના દીકરાનું નામ નિશાંત હતું.

માતાએ અષ્ટમીના દિવસે પોતાના બાળકના લાંબા આયુષ્ય માટે અને સુખાકારી માટે ઉપવાસ રાખ્યું હતું. સોમવારના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ માતા પોતાના બાળકને પલંગ પર સુવડાવીને રસોડામાં પ્રસાદ બનાવવા ગઈ હતી. રસોડામાં કામ કરી રહી હતી.

લગભગ 30 મિનિટ બાદ માતાને અચાનક જ કાંઈક પડવાનો અવાજ આવ્યો હતો. જ્યારે માતાએ રૂમમાં જઈને જોયું ત્યારે નિશાંત નીચે પડેલો હતો. તે બેભાન અવસ્થામાં હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને માતા હોસ્પિટલમાં ચોધાર આંસુએ રડી પડી હતી. દીકરાની માતાને રડતા જોઈને આસપાસ ઉભેલા લોકો પણ રડવા લાગ્યા હતા. ડોક્ટરને જોઈને માતા ડોક્ટરને ગળે લગાવીને રડવા લાગી હતી. રડતા રડતા માતા ડોક્ટરને કેતી હતી કે એક વખત મારા બાળકનો શ્વાસ પાછો લાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*