મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને પ્રસન્ન કરવા માટે કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી, માત્ર મંગળવારના દિવસે આટલું કરવાથી માં મોગલ હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે…

Published on: 7:17 pm, Wed, 19 October 22

ગુજરાતની ધરતીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીં ઠેર ઠેર દેવી દેવતાઓનો વાસ છે. ગુજરાતમાં અલગ અલગ રૂપમાં ભગવાનને ઉજવવામાં આવે છે. દરેક લોકો ભગવાનના અલગ અલગ રૂપમાં તેમની પૂજા અર્ચના કરતા હોય છે અને તેમના પર શ્રદ્ધા રાખે છે. તમને બધાને ખબર છે કે માં મોગલને અઢારે વરણની માતા કહેવાય છે.

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલે અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. માત્ર માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુઃખો દૂર થઈ જાય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ માં મોગલના ભક્તો જોવા મળે છે.

કહેવાય છે કે માં મોગલ પર જો આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપણે સૌ કચ્છમાં આવેલા માં મોગલના કબરાઉધામ મંદિરથી પરિચિત છીએ. જ્યાં બિરાજમાન એવા મણીધર બાપુ હાજરાહજૂર છે. માતાજીની માનતા પૂરી કરવા માટે દેશ-વિદેશથી પણ ભક્તો અહીં આવે છે.

તમે બધાએ સાંભળ્યું હશે કે આ મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. અહીં ફક્ત અન્નનું દાન જ સ્વીકારવામાં આવે છે. જો તમે પણ આ મંદિરના દર્શને જશો તો તમને માં મોગલની પ્રસાદીનો લહાવો મળશે. અહીં આવતા તમામ ભક્તો માં મોગલના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે.

એવામાં આજે આપણે વાત કરીએ તો હાલમાં મંદિરમાં 108 યજ્ઞ કુંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મા મોગલની પૂજા કરવામાં આવી હતી. ત્યારે કબરાઉધામ બિરાજમાન એવા મણીધર બાપુએ કહ્યું છે કે, માં મોગલને કોઈ દાન-ભેટની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભક્તોના ભાવની ભૂખી છે.

જો તમારે પણ માં મોગલને રાજી કરવી હોય તો ગરીબ લોકોને કપડાં આપજો અથવા તો ગરીબ લોકોને ભોજન જમાડજો. તમારા આ કાર્યથી માં મોગલ હંમેશા તમારા ઉપર પ્રસન્ન રહેશે. માં મોગલને પ્રસન્ન કરવા માટે ઉપવાસની જરૂર નથી. મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડશો તો માં મોગલના આશીર્વાદ તમારા ઉપર હંમેશા રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને પ્રસન્ન કરવા માટે કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી, માત્ર મંગળવારના દિવસે આટલું કરવાથી માં મોગલ હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે…"

Leave a comment

Your email address will not be published.


*