કિશન ભરવાડના મૃત્યુ બાદ, તેમની પત્નીની હાલત જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…

કિશન ભરવાડના મૃત્યુ બાદ દરરોજ ભારે સંખ્યામાં લોકો કિશન ભરવાડના ઘરે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા આવે છે. કિશન ભરવાડની ફોટા પાસે તેના પિતા હાથ જોડીને સૌની સંવેદના સ્વીકારે છે. લોકો કિશન ભરવાડ ની સાથે પોતાની યાદ રાખવા માટે તેમના ફોટા સાથે સેલ્ફી પણ લે છે.

કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવવા આવતા લોકોને પરિવારજનો પાણી અને ચા પીરસી રહ્યા છે. કિશન ભરવાડનું ઘર આજકાલ ધાર્મિક અને રાજકીય નેતાઓની અવરજવરનું કેન્દ્ર બની ગયું છે.

રાજ્યના દિગ્ગજ નેતાઓ કિશન ભરવાડના ઘરે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા આવી રહ્યા છે. કિશન ભરવાડના ઘરે મહિલાઓ ઓસરીમાં બેઠી છે. તેની પાછળ એક નાનકડો રૂમ છે. જેમાં મૃત્યુ પામેલા કિશન ભરવાડની પત્ની બેહોશ અવસ્થામાં છે.

કિશન ભરવાડના આ રીતે મૃત્યુ બાદ તેની પત્નીને ભારે આઘાત લાગ્યો છે. એટલું જ નહીં પરંતુ મૃત્યુ પામેલા કિશન ભરવાડની પત્નીની તબિયત ખરાબ રહેવાના કારણે એકાદવાર હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.

જ્યારે કિશન ભરવાડની પત્નીની હોશમાં આવે છે. ત્યારે તે પોતાના પતિને યાદ કરીને કાંઈકને કાંઈક બોલ્યા કરે છે. અને થોડીક વાર બાદ તે ફરીથી પોતાનો હોશ ગુમાવી બેસે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*