મિત્રો તમને બધાને ખબર હશે કે છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતા ભારતીય યુવકોના જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં આપણે એવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં કેનેડામાં રહેતા 24 વર્ષના ભારતીય યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ માતાને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો.
દીકરાના મોત ના સમાચાર મળ્યા બાદ માતાએ આઘાતમાં કંઈક એવું પગલું ભર્યું કે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. જાણવા મળી રહ્યો છે કે, મૃત્યુ પામેલા દીકરાનું મોઢું ન જોવું પડે તે માટે માતાએ દીકરાનું મૃતદેહ ઘરે આવે તે પહેલા સુસાઇડ કરી લીધું હતું. પહેલા દીકરા અને પછી માતાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ત્યાર પછી મા દીકરાના બંનેના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટના પંજાબના શહીદ ભગતસિંહ નગર જિલ્લાના આઈમા ચહલ ગામમાં બની હતી. વિગતવાર વાત કરીએ તો ગુરુવિંદર નાથ નામનો યુવક છેલ્લા બે વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો. કેનેડાના ટોરેન્ટોની લોયલિસ્ટ કોલેજમાં અભ્યાસ કરતો હતો.
પોતાના ખર્ચા કાઢવા માટે તે પાર્ટ ટાઈમ ડીલેવરી બોય તરીકે કામ કરતો હતો. 9 જુલાઈના રોજ રાત્રિના સમયે તે ડીલેવરી કરવા ગયો હતો, ત્યારે તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આરોપીઓએ યુવક ઉપર પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ તેની કાર લૂંટી લીધી હતી.
આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી તેની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. પરંતુ સારવાર દરમિયાન યુવકનું 14 જુલાઈના રોજ મોત થઈ ગયું હતું. આ વાતના સમાચાર યુવકના મોટાભાઈને મળ્યા હતા. ત્યારબાદ યુવકના મોટાભાઈ આ વાતની જાણ તેમના પરિવારજનોને થવા દીધી ન હતી એટલો જ નહીં તેને પોતાના પિતાનું ઇન્ટરનેટ પણ બ્લોક કરાવી દીધું જેથી તે ગુરવિંદરને ફોન ન કરી શકે.
દીકરો ફોન ઉપાડતો ન હતો એટલે માતા-પિતા ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. જ્યારે દીકરાની માતા ધાબે કપડાં સુકાવી રહી હતી. ત્યારે તેને કોઈકને વાત કરતા સાંભળ્યા કે ગુરુવિંદરની ડેડબોડી આવી રહી છે. આ વાત સાંભળીને માતાને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો.
ત્યારબાદ માતાએ વીજ કરંટથી સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પછી તો પરિવારના સભ્યો માતાને એકલી પડવા દેતા ન હતા. પરંતુ ગુરુવારના રોજ માતાએ ઘરમાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકની માતા તેના પાડોશીને કહેતી હતી કે જો મારા દીકરાને કંઈક થયું હશે તો હું તેને એકલો નહીં જવા દઉં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment