પતિનું મૃત્યુ થતા વિધવા થયેલી પત્નીને તેના જેઠ જેઠાણીએ પોતાની લાડલી દીકરી માનીને પોતાના હાથે કન્યાદાન કરી ધામધૂમથી કરાવ્યા લગ્ન, જાણો સમગ્ર ઘટના વિશે…

જ્યારે પતિનું મૃત્યુ થાય ત્યારે પત્નીની સાસરીમાં ખૂબ જ કફોડી સ્થિતિ બનતી હોય છે. ઘણા કિસ્સાઓમાં તો સાસરાવાળા વિધવા પુત્ર વધુને ઘરની બહારનો રસ્તો બતાવી દેતા હોય છે પણ બારડોલી થી એક એવી ઘટના સામે આવી છે કે જેને જાણીને તમે પણ બોલી પડશો કે બધી દીકરીઓને આવી જ સાસરીવાળા મળે. દસ વર્ષ પહેલાં

સેફાલી ના લગ્ન રાજીવ સાથે થયા હતા, સેફાલી ના લગ્ન પછી કોઈ સંતાન ન હતું અને ઘણી દવાઓ કરાવી પણ તેને કોઈ સંતાન ન થયું તો તે પોતાના જે જેઠાણી ના દીકરા દીકરીને પોતાના બાળક માનીને મોટા કર્યા હતા. પરંતુ એક દિવસ પતિને હાર્ટ અટેક ના કારણે મૃત્યુ થઈ ગયું તો તે એકલી પડી ગઈ પણ જેઠ જેઠાણીએ તેને પિયર મોકલી દેવાના

બદલે પોતાની પાસે રાખી અને તેના લગ્ન કરાવી દીધા.પહેલા તો શેફાલીયે લગ્ન કરવાની ના પાડી અને કહ્યું કે આ છોકરાઓને મોટા કરવામાં પોતાનું જીવન વીતાવી દેશે. જે જેઠાણીએ તેને દીકરી માની તેની બધી જ જવાબદારીઓ પૂરી કરતા પણ નાના ભાઈની પત્નીનું એકલવાયું જીવન જોઈને જે જેઠાણીને ખૂબ જ દુઃખ થયું હતું. તેમણે કહ્યું કે અમે

ક્યાં સુધી તારું ધ્યાન રાખીશું અમારા ગયા પછી તારું શું થશે અને સેફાલી ને સમજાવીને તેને લગ્ન માટે તૈયાર કરી. સેફાલી ના લગ્ન સુરતમાં રહેતા મનીષભાઈ ની પત્ની જેનું કોરોનામાં મૃત્યુ થઈ ગયું હતું અને તેને પાંચ વર્ષનો એક દીકરો અને સાત વર્ષની દીકરી હતી તેની સાથે સેફાલી ના લગ્ન કરાવ્યા.

સેફાલી ને કોઈ સંતાન ન હતું એકલવાયું હોવાને કારણે તેને એક દીકરો અને દીકરી પણ મળી ગયા. જે જેઠાણીએ પોતાના હાથે કન્યાદાન કરી વિધવા ભાઈ ની પત્નીને નવું જીવનદાન આપ્યું અને કહ્યું કે આ તારું પિયર છે તારી માટે આ ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*