ગઈકાલે વિરમગામની અમી શ્રીમાળીએ મહેસાણાના વિસનગર ખાતે પોતાના હેર ડોનેટ કર્યા છે. મળતી માહિતી અનુસાર પોતાના પિતાનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. ત્યારબાદ દીકરીએ કેન્સરથી પીડિત એક મહિલા અને પોતાના વાળ દાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર પોતાના વાળનું દાન કરનારી મહિલાનું નામ અમી શ્રીમાળી છે. અમીના પિતાનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર અમીના પિતા 8 વર્ષથી કેન્સરથી પીડિત હતા. આ યુવતી પોતાના પિતા સાથે રહેતી હતી.
મળતી માહિતી અનુસાર આ દરમિયાન હોસ્પીટલમાં કેન્સર પીડિત એક મહિલા એડમિટ હતી. કેન્સરના કારણે મહિલાના વાળ ખરી જતા હતા. તેના કારણે મહિલા બહાર નીકળવામાં ખૂબ જ શરમ અનુભવતી હતી. આ દરમિયાન અમીએ આ મહિલાને પોતાના વાળ દાન કરવાનું વિચાર્યું હતું.
મળતી માહિતી અનુસાર અમી કહ્યું કે, કેન્સરથી પીડિત મહિલાને જોઈને મને તેઓને હેર ડોનેટ કરવા હતા, પરંતુ મારી ઉંમર નાની અને કોઈ પ્લેટફોર્મ ન મળતા નહીં હેર ડોનેટ કર્યા નહોતા.
તેના કારણે મેં મેરે ડોનેટ કરવા માટે બે વર્ષ સુધી મારા વાળને વધારે હતા. ત્યારબાદ મેં સોશિયલ મીડિયા દ્વારા હેર ડોનેટ કરતી સંસ્થાનો સંપર્ક કરીને ગઈકાલે વિસનગર ખાતે હેર ડોનેટ કર્યા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં લોકો અમીના આ કામની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment