અંગદાન એ મહાદાન કહેવાય છે, ત્યારે આ વાતને સાબિત કરતો એક કિસ્સો આપણી સમક્ષ આવ્યો છે. જેમાં એક પરિવાર કે જેણે તેમના એક યુવાન સભ્યોની બ્રેઈન સ્ટોકથી ગુમાવ્યો. તેથી તેમના પરિવારજનો દ્વારા એ મૃતકના અંગોનું દાન કરવાનું નક્કી કરવામાં આવ્યો. આમ તો ઘણા એવા કિસ્સા સામે આવતા હોય છે કે જેમાં જ્યારે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય છે.
ત્યારે તેમનું અંગોનું દાન કરવામાં આવે છે. અમદાવાદના 35 વર્ષના જયેશભાઈ પટેલ કે જેઓ કારખાનામાં કામ કરતા હતા. એક દીવસ કામ કરતી વેળાએ જ અચાનક જ પડી ગયા અને તેમની સારવારથી ખસેડવામાં આવ્યા ત્યારે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. એ દરમિયાન પરિવારમાં શોકની લાગણી જવાઈ ગઈ હતી.
ત્યારે પરિવારના મૃતક સભ્યના અંગોનું દાન કરીને ચાર જીવન બચાવ્યા અને સમાજમાં પણ અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિસ્તૃતમાં જણાવીશ તો આ પરિવારે માનવતા મહેકાવીને અપાર હિંમત દર્શાવી અને મૃતકના શરીરમાંથી એક કિડની, બે ફેફસા,બેકોર્નિયા અને એક લીવર બહાર કાઢવામાં આવ્યા.
તેની ચાર રાજ્યોમાં દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યા અને તેનાથી ચાર લોકોને નવજીવન પ્રાપ્ત થયું. એટલું જ નહીં પરંતુ અંગદાન કરવાના ઉત્તમ વિચારથી પરિવારજનો એ સમાજમાં પણ એક આગવી ઓળખ મેળવી છે. એવામાં અમે તમને જણાવી દઈએ કે મરેંગો એશિયા હેલ્થ કેર ના ફાઉન્ડિંગ મેમ્બર એવા એમડી અને સી ઓ ડોક્ટર રાજીવ સિંઘલએ જણાવતા કહ્યું કે મરી ગયો.
હેલ્થ કેર દર્દીના એક પરિવાર પ્રત્યે હૃદય પૂર્વક નો આભાર વ્યક્ત કરે છે કે જેમણે તેમના ગંભીર દુઃખથી આગળ વધીને અન્ય દર્દીઓ વિશે વિચાર કર્યો અને બીજા દર્દીઓને નવજીવન પ્રાપ્ત થાય તે માટેના ઉત્તમ વિચારથી ઘણા લોકોના જીવન બચી જાય છે. એવામાં જ અમદાવાદના આ પરિવારે મૃતકના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું.
કહેવાય છે કે જે લોકો અંગદાન માટે આગળ આવવા માંગતા હોય તેમને મદદ પૂરી પાડવા માટે હંમેશા આ મરેંગો સીમ્સ તૈયાર છે. આ ઉપરાંત મૃતકના પરિવારજનો એ કહ્યું હતું કે અંગદાનની પહેલથી અનેક લોકોના જીવ પણ બચાવી શકાય છે અને તેનાથી ઘણા લોકોને નવું જીવન પ્રાપ્ત થાય છે. એવું જ સાબિત કરતો આ કિસ્સો કે જે અમદાવાદથી સામે આવ્યો હતો. જેમાં એક પરિવારે અંગદાન જેવો વિચાર કરીને સમાજમાં પણ પ્રેરણા પૂરી પાડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment