મંદિરમાં ફોટો પડાવતી વખતે 4 મહિનાના બાળકના પિતાનું કરુણ મૃત્યુ , પરિવારમાં માતમ છવાઈ ગયો – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો

Published on: 5:23 pm, Sat, 13 August 22

મિત્રો થોડાક દિવસ પહેલા જયપુરમાં અક્ષય પાત્ર મંદિરમાં ફોટો પડાવતી વખતે એક યુવકનું કરવાનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે હવે આ મામલાનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા યુવકના પિતાએ પોલીસ સ્ટેશનમાં જીવ લેવાનો કેસ નોંધાવ્યો છે.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના ભાઈએ જણાવ્યું કે, આઠ તારીખના રોજ તેનો ભાઈ પ્લોટ જોવા માટે જયપુર આવ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આવતા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરાવીને મંદિરની બહાર ફોટા પડાવી રહ્યા હતા.

આ દરમિયાન ત્યાં લગાડવામાં આવેલું પથ્થરનું બોર્ડ દેવવ્રત ઉપર પડ્યું હતું. આ સમગ્ર ઘટનામાં દેવવ્રત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. દેવવ્રતના મૃત્યુના કારણે ચાર મહિનાના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. મંદિર પ્રશાસનની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની હતી. જેની એફઆઇઆર 11 ઓગસ્ટના રોજ રામનગરીયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક યુવકના પરિવારજનોને ખાતરી આપી કે મંદિર પ્રશાસન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. દેવવ્રતના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. દેવવ્રતનું મૃત્યુ પથ્થર પડવાના કારણે થયું છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

અને આ ઘટનાને લઈને અન્ય બીજી પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. મૃતકના પરિવારજનોનું કેવું છે કે મંદિર પ્રશાસનની બેદરકારીના કારણે તેમને પોતાનો દીકરો ગુમાવ્યો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મંદિરમાં ફોટો પડાવતી વખતે 4 મહિનાના બાળકના પિતાનું કરુણ મૃત્યુ , પરિવારમાં માતમ છવાઈ ગયો – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*